વલસાડ: સ્વર્ગષ્થ શિક્ષક સુરેશભાઈ પટેલ અને એમના પત્નિ કંચનબેન પટેલના પોતાના ગામ કાંજણનાં ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને અંગ્રેજીમાં ભણાવવાના સપનાઓને સાકાર કરવામાં કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ, વાંસદાના હસ્તક 2018માં શરૂ કરવામાં આવેલ સનસાઈન ઇંગ્લિશ માધ્યમ શાળામાં આજે 74 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડિઓ..

આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે જયારે વાલીઓ પોતાના બાળકોને ગમે ત્યાં કચરો ફેંકવાનું નહીં સમજાવશે,જયારે લોકો પોતાની માં ને ડાકણ નહીં કહે અને ગુટખા ખાઈને ગમે ત્યાં પિચકારી નહીં મારે અને દારૂ પીને આવીને પોતાની પત્નિને નહીં મારે સહિતના અનેક સુધારાઓ લાવશે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રજાસત્તાક બનશે.કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય તેજલ પટેલ અને ટ્રસ્ટી યશ પટેલ અને એમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, સરપંચ દક્ષાબેન પટેલ, મોહનભાઇ પટેલ, ડો.પંકજપટેલ, દલપતભાઈ, કીર્તિભાઇ, પથિક, કાર્તિક, મયુર, મિન્ટેશભાઈ, જીતેન્દ્ર, ભૂમિક, સ્મિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.નાના નાના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હાજર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Bookmark Now (0)