નર્મદા: પોલીસે પોતાનો પાવર બતાવવાનું શરુ કરી દીધું હોય તેમ નર્મદા જિલ્લાની જરૂરિયાતમંદ પ્રજા પાસેથી ગેરકાયદે ઉંચું વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે આકરા પગલાં ભરવાનું ચાલુ કરવાનું એલાન કરી દેવામાં આવશેનું પોલીસ તંત્રનું કહેવું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર DSP પ્રશાંત સુંબેની અધ્યક્ષતા અને DYSP વાણી દુધાત, સર્કલ પીઆઇ પંડ્યાની હાજરીમાં, ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી લોકોને બહાર લાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા લોક દરબારમાં, ગરૂડેશ્વર તાલુકાના સરપંચો, આગેવાનો, વેપારી મંડળ સહિત સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં એસપીએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે, વ્યાજખોરોના આતંકથી ડરવાની જરૂર નથી. વ્યાજખોરોના ત્રાસથી ડરવાની જરૂર નથી.

પોલીસ  વધુમાં ઉમેર્યુ હતું કે, તમે નિર્ભિક રીતે પોલીસને મદદ કરી શકો છો. પ્રજાજનો વિશ્વાસ રાખે, પોલીસ આપની  મિત્ર છે. વ્યાજખોરો પર કાર્યવાહી કરવાની જવાબદારી અમારી છે.