ગુજરાત: હજુ પણ ખેડૂતોને ખેતરમાં પાણી માટે વીજળી સરખી રીતે મળતી નથી ત્યારે  ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખેડૂતોના બોર કુવા પર પાણીના મીટર નાંખવાની શરૃઆત કરી દેતા ખેડૂતો આક્રોશમાં આવી ગયાના અહેવાલો આવી રહ્યા છે.

ખેડૂતોને ડર છે કે આવનારા સમયમાં સરકાર જમીનમાંથી નિકળતા પાણીમાંથી પણ કર વસૂલ છે આ બાબતને ધ્યાનમાં લઈને ખેડૂત હિતરક્ષક મંડળ આંદોલન કરશે એવું વાતાવરણ દેખાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેતી પિયત પર આધારીત છે અને ખેતરમાં પાણી માટે બોર કાઢવા કે પાણી માટે  વીજ કનેક્શન આપવામાં પણ સરકાર ખેડૂતોને ઠાગાઠૈયા કરે છે ત્યારે પહેલાંની સરકારે બનાવી આપેલા  અગાઉની બોર કુવા ઉપર વર્તમાન સરકારની આવી જોહુકમી વલણથી ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે અને ગુજરાત ખેડૂત હિતરક્ષક મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

મંડળના મિત્રોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે જિલ્લામાં આ પ્રકારે અન્ય સ્થળોએ પણ મીટર નાંખવાની વેતરણ ચાલી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે અને આગામી સમયમાં આ મુદ્દે ગાંધીનગર સુધી લડી લેવાનો પણ નિરધાર કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ જમીનના રી સરવેમાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે ત્યારે સરકાર અન્ય રીતે પણ ખેડૂતોને પાયમાલ બનાવી રહી છે જે યોગ્ય નથી.

Bookmark Now (0)