કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના સિલ્ધા ગ્રામ પંચાયત ની 2023 ના વર્ષની પ્રથમ ગ્રામ સભા તા.21.01.2023 ના શનિવાર ના રોજ 11.00 કલાકે ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી વિણાબેન નરેન્દ્રભાઈ જોગરાના અધ્યક્ષ હેઠળ યોજવામાં આવી હતી
જુઓ વિડીયો…
ગ્રામ સભામાં વિગતવારની માહિતી પ્રમાણે ખાસ કરીને આયુસ્યમાન કાર્ડ. ઇ-શ્રમ કાર્ડ બનાવવા માટે વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો અને ગામના તમામ કુટુંબો આ કાર્ડ ફરજિયાત બનાવવા આહવાન કરી કાર્ડ વિષેની માહિતી આપી હતી. અને ગામમાં પોસ્ટ ઓફિસની યોજનાની સુવિધા અંગે, નરેગાના કામો, આંગણવાડીના શિક્ષણ, આશા વર્કરોની કામગીરી, ગામમાં જ આરોગ્ય કેન્દ્ર (PHC) માં 24 કલાકની સુવિધા મળી માટેની ચર્ચા કરી, ગામની જંગલ મંડળીમાં જૂના મંત્રી / પ્રમુખ કાર્યરત ના હોય નવા પ્રમુખ / મંત્રી નિમવા અંગે ચર્ચા, ગામમાં આજીવન ઢોર બંધી અંગે ઠરાવ, ગામની સરકારી સિરપડતર જમીનમાં ખાનગી તત્વો ઘૂસણ ખોરી ન કરવા અને ગામમાં વિકાસને લગતા આયોજન વિષે ચર્ચા કરી ઠરાવો કરવામાં આવ્યા.
આ ગ્રામ સભામાં ગામના સરપંચ શ્રી વિણાબેન નરેન્દ્રભાઈ જોગરા તલાટી કમ મંત્રી શ્રી ચેતનભાઈ ગિરધલિયા મનરેગા કર્મચારીશ્રી કમલભાઇ તાલુકા પંચાયત/વિરોધ પક્ષ નેતા ઇસ્વરભાઈ તુમડા ગ્રામ પંચાયતના સભ્યો આંગણવાડી, આશા વર્કરો, આરોગ્યના કર્મચારીઓ તમામ વિભાગના કર્મચારીઓ તથા ગામના આગેવાનો યુવાનો ભાઈઓ તથા બહેનો હજાર રહ્યા હતા.

