વલસાડ: જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જાયન્ટ્સ ગૃપ ઑફ વલસાડની કામગીરીને એવોર્ડ તથા સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. વલસાડ ગૃપને 50 % થી વધુ મેમ્બરશીપ ગ્રોથ માટે તથા ‘આઉટ સ્ટેન્ડિંગ સર્વિસ એક્ટિવિટીઝ ઓફ ધ યર’ 2022 -23 નો એમ કુલ 2 એવોર્ડ એનાયત કરાયા હતા. ઉપરાંત બે પ્રમાણપત્રો બેસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. આશા ગોહિલ તથા બેસ્ટ ગૃપ તરીકે ‘જાયન્ટ્સ ગૃપ ઑફ વલસાડ’ને એનાયત થયા હતા.

રાજસ્થાનના જોધપુર ખાતે તારીખ 20, 21, 22 જાન્યુઆરીના રોજ ૪૭મું ત્રીદિવસીય જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન યોજાયું હતું. કન્વેન્શનમાં વલસાડના જા. પ્રમુખશ્રી ડૉ. આશા ગોહિલ, જા.હાર્દિક પટેલ (એક્સટર્નલ પ્રેસિડેન્ટ), જા. કેઝર મૂસાની, જા. દર્શન દશોંદી ઉપસ્થિત રહ્યા હતા.

જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલ તથા ટીમ દ્વારા વર્ષ દરમિયાન થયેલ 63 જેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં સૌથી વધુ મદદરૂપ થનાર બધા જાયન્ટ્સો હાર્દિક પટેલ, અર્ચના ચૌહાણ, દેવરાજ કરડાણી, રાજેન્દ્રભાઈ ઓઝા, જયંતીભાઈ મિસ્ત્રી, જગદીશ આહીર, મહેશભાઈ ગામીત, ડૉ. વિલ્સન મેકવાન, સંગીતા પ્રજાપતિ, હંસા પટેલ, નિધિ પટેલ, શિલ્પા ડોડિયા, જ્યોતિ વ્યાસ, દીપા પાનવાલા, આશા ખેતાન, ઉષા ઓઝા, પ્રેરણા પટેલ, હેમંત ગોહિલ ઉપરાંત વલસાડ ગૃપની કામગીરીને જોઈ મદદરૂપ થનાર હરેશ્વરી ટંડેલ, કવિતા પટેલ, નરેશ પટેલ, ધીરેન સોલંકી, દર્શના આહીરનો આભાર માન્ય હતો. તેઓના થકી જ અંતરિયાળ વિસ્તાર તેમજ વલસાડ શહેરમાં સેવાકીય કાર્યો આયોજિત થઈ શક્યા હતા. ફેડરેશન 3A પ્રમુખશ્રી બાલાક્રિષ્ના શેટ્ટીજી, ફેડ. ડાયરેક્ટર યુનિટ ૧, સુમંતરાય તથા સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ, વિજય તમાકુવાલા ( કોર કમિટી સદસ્ય તથા IFPP), IFPP શ્રી વિજયભાઈ પટેલ, શ્રી રાજેશ શર્મા (વરાયેલ ફેડરેશન પ્રમુખશ્રી) તથા જાયન્ટ્સ ગૃપ ઑફ બીલીમોરા તેમજ અન્ય જાયન્ટસ્ હોદેદારોની ઉપસ્થિતિ અનેકવિધ કાર્યક્રમોમાં પ્રેરણા, પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યાં પરિણામે એક ટીમવર્કથી સમાજોપયોગી કામો થતાં રહ્યાં છે.