ચીખલી: છેલ્લાં મહિનામાં નવસારીમાં વધતાં જતાં અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. તાજા અજનાકારી મળ્યા પ્રમાણે ચીખલીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 4 ના મોત થયા છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે આજે સવારના સમયે જ એક જ પરિવારના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ જીવલેણ કન્ટેનર અને કાર વચ્ચેના અકસ્માત સર્જાયા બાદ હાઇવેના આલીપોર બ્રિજ પર મૃત્યુની ચીસો ગુંજી ઉઠી હતી. અકસ્માતમાં ભોગ બનેલા પરિવારની સાથે સમગ્ર પંથકમાં માતમ માહોલ પ્રસરી ગયો હતો. હાલ સમગ્ર મામલે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here