નસવાડી: આદિવાસી વિસ્તારોમાં જુગારની દૂષણને નાથવા માટે ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે તાલુકાના રાતાકાદવ ગામની સીમમાં ડુંગળીમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને પકડી પાડવામાં આવ્યા હતા અને ચાર જુગારીયાઓ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના રાતાકાદવ ગામની સીમમાં ડુંગળી પર ત્રણ જુગારીયાઓ જુગાર નસવાડી પોલીસે ઝડપી પાડી કી.રૂ.27.780/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.નસવાડી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે રાતાકાદવ ગામે ડુંગળીમાં પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.નસવાડી પોલીસ રાતાકાદવ ગામે બાતમી આધારે જઈ ત્રણ જુગારીયાઓ ને ઝડપી પાડી પાડવામાં આવ્યા છે.

ઝડપાયેલા જુગારીયાઓ ના નામ (1) રમેશભાઈ બાલુભાઈ ભીલ ઉ.વ.35 રહે નાનાવાંટ તા:નસવાડી જી.છોટાઉદેપુર (2) રાજુભાઈ અંબુભાઈ તડવી ઉ.વ 28 રહે નાનાવાંટ તા:નસવાડી જી.છોટાઉદેપુર (3)રણજીતભાઇ નટુભાઈ ભીલ ઉ.વ રહે રાતાકાદવ આ ત્રણ જુગારીયાઓને ઝડપી પાડયા છે.જ્યારે ચાર જુગારીયાઓ ફરાર થઈ ગયા છે.(4)પ્રભુભાઈ હીરાભાઈ ભીલ રહે રાતાકાદવ તા:નસવાડી જી.છોટાઉદેપુર (5) નરેન્દ્રભાઇ ભીલ રહે.સાવલી.તા:તિલકવાડા જી.નર્મદા (6) દિલીપભાઈ ઉર્ફે દિત્યો ગોપાલભાઈ ભીલ રહે. ધામસિયા તા:નસવાડી જી:છોટાઉદેપુર (7) નરેન્દ્રભાઇ ઉર્ફે ભોપો જગાભાઈ ભીલ રહે. ગોધામ તા:તિલકવાડા જી:નર્મદા ફરાર થઈ ગયા છે. નસવાડી પોલીસે ત્રણ જુગારીયાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.