વલસાડ: આદિવાસી વિસ્તારોમાં યુવાનોમાં રમતગમત રસરૂચી જાગે અને રમતગમતમાં પોતાની કારકિર્દી બનાવે એવી ભાવના સાથે ગતરોજ નેહરુ યુવા કેન્દ્ર વલસાડ જિલ્લા દ્વારા કપરાડા બ્લોક લેવલ સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા અંતરિયાળ વિસ્તારમાં નેહરુ યુવા કેન્દ્ર વલસાડ જિલ્લા દ્વારા યુવાનોને જાગૃત કરવા માટે વિવિધ સ્પર્ધા જેમ કે વોલીબોલ કબડ્ડી ,ખો ખો, રસા ખીચ ,દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરી યુવાનોને જાગ્રત કરવા પહેલ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર વલસાડ શ્રી સત્યજીત સાહેબ ,ઉપ્રમુખ શ્રી ગોપાલભાઈ ગાયકવાડ, જિલ્લા ઉપપ્રમુખ કિરણભાઈ ભોયા, કપરાડા, ડોકટર સેલ વલસાડ શ્રી દિવ્યેશભાઈ ચૌધરી, મનીષભાઈ મિસ્ત્રી વોલિયનટર સેવતાબેન, લતાબેન, પૂર્વ વોલિયન્ટર પ્રસુદભાઈ ફાવડા, સહ્યાદ્રિ ટ્રસ્ટ પ્રમુખ રમેશભાઇ તેમજ વિવિધ સ્પર્ધાના રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા

Bookmark Now (0)