ગુજરાત: ગતરોજ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. એમણે કહ્યું કે હવે સસુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોકોને કોર્ટના નિર્ણય વિશે તેમની ભાષામાં માહિતી મળશે.

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ગઈકાલે મુંબઈના દાદરના યોગી ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. આ જાહેરાત દ્વારા હવે સામાન્ય લોકોને કોર્ટના નિર્ણય અંગે ભાષાને લઈને મુશ્કેલી પડશે નહીં. મુખ્ય ન્યાયાધીશે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે કોર્ટને પેપરલેસ અને ટેકનોલોજી-સક્ષમ બનાવવાનું મારું મિશન છે. આ ઉપરાંત ન્યાયતંત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરતાં તેમણે યુવા અને નવા વકીલોને વધુ તકો આપવા પર ભાર મૂક્યો હતો.

તેણે કહ્યું કે હું રોજ અડધો કલાક યુવા વકીલોને સાંભળું છું. આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા તૈયાર કરાયેલ સિવિલ અને ક્રિમિનલ પ્રેક્ટિસ હેન્ડબુક બહાર પાડી હતી. આ સાથે તેણે BCMGની એર ન્યૂઝ અને વ્યૂઝ ચેનલ પણ શરૂ કરાવી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here