વાંસદા: પ્રાથમિક શાળામાં બાળકો પ્રકૃતિને સમજે જાણે અને એના સંવર્ધનના વિચારો સાથે પોતાની આવતીકાલની રચના કરે એવા શુભ આશય સાથે વાંસદાના દુબળ ફળિયા ગામની મુખ્ય પ્રાથમિક શાળા અને વલ્લભ વર્ગ શાળા, લીમઝર ગામની ભગરપાડા વર્ગ શાળાનાં વિદ્યાર્થીઓ માટે કાવડેજ ગામે આવેલ ભીલદેવ ડુંગર ઉપર વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જુઓ વિડીયો..

વનભોજનનું આયોજન પ્રસંગે વાંસદાના દુબળ ફળિયા ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ અને ઉપસરપંચ દિવ્યેશભાઈ, સભ્ય હેતલ ભાઈ, શિક્ષકો અને ગામના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા આ વનભોજનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખુબજ આનંદિત જોવા મળ્યા હતા.