ડેડીયાપાડા: 19-01-1964ના રોજ 15-20 બાળકો સાથે શરુ થયેલી આજે સંખ્યાની દ્રષ્ટિએ નર્મદા જિલ્લામાં પ્રથમ સ્થાન ધરાવતી 584 બાળકોને અક્ષર જ્ઞાન આપતી શાળા એટલે ડેડીયાપાડા તાલુકામાં પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી છેક છેવાડાની શાળા પ્રાથમિક શાળા સમોટનો 19 જાન્યુઆરી 2023 ના રોજ શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

પ્રાથમિક શાળા સામોટ શાળામાં આવનાર મુલાકાતીઓની વાતો કરીએ તો 2003 માં શાળા પ્રવેશમાં આપણા માનનીય વડાપ્રાધન નરેન્દ્ર મોદીજી પણ મુલાકાત લઇ ચૂક્યાં છે. ત્યાર બાદ ભારતદેશનાં ગૃહમંત્રી શ્રી અમીતભાઇ સાહેબ, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનીવાલ સહિત 2019 માં વિદેશ મંત્રી એસ. જય શંકર સાહેબ પણ મુલાકાત લઈ ચૂક્યાં છે.

પ્રાથમિક શાળા સામોટમાં ભણેલા બાળકો સામાજના વિવિઘક્ષેત્રોમાં આગળ વધીને ઉતરોતર પ્રગતિ કરી રહ્યા છે. હાલ આ શાળામાં શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યાં હતા.