ચીખલી: 2022 વર્ષનો છેલ્લો દિવસ ચીખલી તાલુકાના આલીપોર ગામની કવોરીમાં કામ કરતાં મજુરો માટે કાલ બન્યાની ઘટના સામે આવી છે જેમાં બેના મોત અને એકને ગંભીર ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાની જાણકારી મળી છે. છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના આલીપોર ગામની કવોરીમાં કામ કરતાં હતા ત્યારે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જેમાં ભીખુભાઈ રમેશભાઈ નાયકા અને નિતેશ ભગુ નાયકા નામના બેના મોત તથા મહેશ છના નાયકાને ગંભીર ઈજા થવા પામતાં નજીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસને જાણ થતા જ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવી હતી.
આ ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યા હતા. લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન કે આવા કવોરી ઉદ્યોગમાં મજૂરોને સેફટી અંગે કોઈ જ નિયમો અમલી થતા નથી. ત્યારે પોલીસ આ જીવલેણ ઘટના અંગે શું નિર્ણય લે છે











