પ્રતિકાત્મક ફોટોગ્રાફ

ડાંગ: મકરસંક્રાંતિના તહેવારને લઈને સમગ્ર ડાંગ વિસ્તારમાં જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા, કપાયેલા પતંગો અને દોરો મેળવવા લાંબા ઝંડા, વાંસ લઇ ઘરોના ધાબા ઉપર રહેવા કે સપાટ વિસ્તારમાં કે રસ્તા પર દોડવા કે ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સમગ્ર ડાંગમાં 25-01-2023 સુધી લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર રહેશે.

શું છે પ્રતિબંધ..

  1. કોઈપણ વ્યક્તિઓએ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા નહીં.
  2. હાથમા વાંસ કે દોરી કે તારના લંગર વગેરે લઈ કપાયેલા પતંગો અને દોરા પકડવા જાહેર રસ્તાઓ પર કે જાહેર સ્થળો કે સરકારી કચેરીઓના પરિસરમા દોડાદોડી કરવી નહીં.
  3. મોબાઇલ ટાવર/ઇલેક્ટ્રીક પોલ કે ઇલેક્ટ્રીકના તાર કે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરની પ્રતિબંધિત જગ્યામાં દોરાના લંગરો નાંખવા નહીં.
  4. જાહેર મિલકત વાળા મકાનના ધાબા ઉપર, જર્જરીત મકાનના ધાબા ઉપર, બાંધકામ પ્રગતિમાં હોય તેવા મકાનના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા નહીં.
  5.  સામાન્ય માણસને તકલીફ ના પડે એ માટે ખુબ જ મોટા અવાજમા લાઉડ સ્પીકર વગાડવા નહીં.
  6. સામાન્ય માણસની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં.
  7. પ્લાસ્ટીક કે સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલા તથા નોન-ડીગ્રેડેબલ હોય તેવી દોરી કે ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા અને આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા નહીં.
  8. ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંઘ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ/ઉડાડવા નહીં.
  9. પતંગના તાર/દોરાને જાહેર રસ્તા/જાહેર સ્થળોએ ફેંકવા નહીં.આ જાહેરનામું તા. 01/01/2023 થી તા.25/01/2023 સુધી લાગુ રહેશે. તેમજ ડાંગ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં લાગુ પડશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે પતંગ મહોત્સવ યોજી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર રહેશે.