ખેરગામ: દેશની આઝાદીની લડાઈમાં જેમનું અમૂલ્ય યોગદાન હતું અને માત્ર 25 વર્ષની નાનકડી ઉંમરમાં અંગ્રેજો અને શોષણખોરો સામે લડતા લડતા પોતાના પ્રાણોની આહુતિ આપનાર ક્રાંતિસુર્ય બિરસા મુંડાજીની 147મી જન્મજયંતિ ખેરગામમાં ખુબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બિરસા મુંડાજીની 147મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે હાલના આમ આદમી પાર્ટીના ગણદેવી બેઠકના વિધાનસભાના ઉમેદવાર પંકજ પટેલ અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ડો.દિવ્યાંગી પટેલ, ડો.નીરવ પટેલ, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, ઉમેશભાઈ, નાનુભાઈ, જીગ્નેશભાઈ, ડો. કૃણાલ, ઉમેશભાઈ, જીતેન્દ્ર,પિનાકીન, કાર્તિક, ભૂમિક,શીલાબેન, વંદનાબેન, નીતાબેન, જાગૃતિબેન, હસમુખભાઈ, સહિત મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથે વાતચીતમાં મહાન સ્વાતંત્રસેનાની બિરસા મુંડાનું મહિમાગાન કરતા કર્યુ કે બિરસા મુંડાજીને અમુક લોકો માત્ર આદિવાસી સમાજના ભગવાન બતાવીને એમની સાથે અન્યાય કરી રહ્યા છે.તેઓ માત્ર આદિવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું ગર્વ છે.આપણે સહુએ બિરસા મુંડાની જેમ અન્યાય,અંધશ્રદ્ધા,વ્યસન જેવા દુશ્મનોની સામે એકત્ર રહી, કાયદાકીય લડત આપવાની છે.

Bookmark Now (0)