Current affairs: ગુજરાતમાં એક બાજુ ચુંટણીનો માહોલ છે ત્યારે બીજી બાજુ  યુજીસી નેટ પરીક્ષાના પરિણામની રાહ હવે પૂરી થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતીકાલે એટલે કે શનિવારે UGC-NETનું પરિણામ જાહેર કરશે.

UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે શુક્રવારે આ અંગેની જાહેરાત કરી છે. ઉમેદવારો તેમનું પરિણામ UGC NET ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જોઈ શકશે. પરિણામ જોવા માટે નોંધણી નંબર અને જન્મ તારીખની જરૂર પડશે.