ધરમપુર: ગુજરાતમાં ચુંટણીના રંગમાં રાજકીય નેતાઓ અને વહીવટીતંત્ર રંગાયેલું જોવા મળે છે ત્યારે ધરમપુરના આદિવાસી લોકો એટલે કે જંગલ કામદાર મંડળીના 4500 લોકો આવનાર ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે જેને લઈને વલસાડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આવો જોઈએ આ જમીન વિવાદ વિષે મંડળીના સભ્યોનું શું કહેવું છે.. જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી ધરમપુર તાલુકાની જંગલ કામદાર મંડળીની 81 એકર જમીન વિવાદ મુદ્દો લટકેલો છે મંડળીના સભ્યો દ્વારા અથાગ અને સતત પ્રયત્નો છતાં જંગલ કામદાર મંડળીના નામે જમીન થઇ નથી. જેને લઈને પાછલા એક સપ્તાહથી મંડળીના સભ્યો દ્વારા ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે પણ કોઈ નિરાકરણ ન આવતા મંડળીના સભ્યોએ એલાન કર્યું છે કે જ્યાં સુધી મંડળીનું નામ જમીનમાં દાખલ ના થાય ત્યાં સુધી 4500  સભાસદોની સાથે અન્ય લોકો ચુંટણીનો બહિષ્કાર કરશે. સાથે જ લોકો સરકારી સુવિધાઓનો પણ ત્યાગ કરશે તેમજ લોકો પોતાના આધારકાર્ડ ચૂંટણીકાર્ડ રાશનકાર્ડ કલેક્ટર કચેરીમાં જમા કરાવશે. આ ધરણાની આગ રાજકીય સમીકરણોની ધારણા ખોટી પાડી શકે એ નક્કી છે.