ઉમરપાડા: આજરોજ ઉમરપાડાના ગુલીઉમર પ્રાથમિક શાળા,ગુલીઉમર જે ઉમરપાડા શ્રેષ્ઠ શાળાની ગ્રીન સ્કુલ ગ્રેડ A+ સ્થાન ધરાવતી શાળામાં ગુણવત્તા યુક્ત શિક્ષણ સાથે વાલી લાઇફ સ્કિલ સ્થાન ધરાવે છે. શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે.
સમય બદલાયો,વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક,સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહી પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. શાળાઓ સાથે કુટુંબ(સમાજ) નું જોડાણ આજના સમયનો નવો વિચારછે. બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણયો લે તે ખુબ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે. જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે.
વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. કાર્યક્રમ શાળા આચાર્ય મેહુલ ઠંઠ સાથે સ્ટાફ ગણ , શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સરીતાબેન વસાવા સાથે તમામ સદસ્યો, શિક્ષણવિદ્ અને એક્શન યુવા ગૃપ વિજય વસાવાના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં વાલીઓ રહ્યાં.

