ચીખલી: ચીખલીના ને. હાઇવે નં. 48ને અડીને આવેલા મજીગામ મલિકા અર્જુન ગેટ પાસેના સર્વિસ રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી. જોકે કાર ચાલકે સતર્કતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. બીલીમોરા નગર પાલિકા ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ કારમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગતાં હાઈવેના રસ્તામાં અફરાતફરી ફેલાઈ હતી. આ ઘટનાની જાણ ચીખલી બલવાડા ગામના આગેવાન મૌનીલભાઈ પટેલ દ્વારા કરાતા ચીખલીના આગેવાન અને પત્રકાર એવા અમિતભાઇ વ્યાસ અને ચીખલી તલાવચોરાના આગેવાનને પંચાયતના સભ્ય એવા પરિમલ/પરેશ ભાઈ ચૌહાણને કરતા સ્થળ પર ઘશી જઈ બીલીમોરા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.. સાથે ચીખલી પોલીસને જાણ કરાતા ચીખલી પોલીસના પી.એસ.આઈ. પી.પી.ચૌધરી નાઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આગ એટલી હદે વધી હતી કે, વાનના લોખડના ભાગ સિવાયની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. આ બાબતે કાર માલિક દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવવામાં આવી છે.