વલસાડ: જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કૉલેજ, મોટાપોઢામા ત્રણ અરીસાઓ, અખંડાનંદ કન્યા છાત્રાલય, અખંડાનંદ કુમાર છાત્રાલય મોટાપોંઢામાં અનુક્રમે એક એક એમ કુલ પાંચ અરીસાઓ જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલે ભેટમાં આપ્યા.

આશા ગોહિલનું કહેવું છે કે શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કૉલેજ, મોટાપોઢામા ત્રણ અરીસાઓ, અખંડાનંદ કન્યા છાત્રાલય, અખંડાનંદ કુમાર છાત્રાલય મોટાપોંઢામાં અનુક્રમે એક એક એમ કુલ પાંચ અરીસાઓની ભેટ આપવામાં આવી હતી. જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી કેતનભાઇ પટેલના સહકારથી આ કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે કૉલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ.એસ. યુ. પટેલ, ગૃહમાતા ગીતાબેન વાઢુ, વલસાડ જાયન્ટ્સ ફાઉન્ડર તસનીમ કાપડિયા, જા. ડી.એ. શીરીન વોરા, જા.ડી.એફ. દક્ષેશ ઓઝા, ઉષા ઓઝા, અર્ચના ચૌહાણ, હાર્દિક પટેલ, દેવરાજ બાપા, ડૉ.વિલ્સન મેકવાન, સુભાષભાઈ આહીર ( અંભેટી) હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.

Bookmark Now (0)