ચીખલી: ચીખલીમાં વાહનચોરી પૂછતાછ માટે લાવેલા બે ડાંગના આદિવાસી યુવાનોએ કસ્ટડીમાં જ વાયર ફસો ખાય લીધો હતો. આ ચકચારી ઘટનામાં આદિવાસી સમાજમાં પોલીસની કામગીરી સામે અસંતોષ હોય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘટનાના 3 દિવસ બાદ ચીખલી પી આઈ સહિત 6 સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોર્ટમાં પોલીસ દ્વારા સી સમરી ભરવામાં આવી હતી. જેમાં 3 આરોપીને છો આવ્યાં હતાં. હવે સી સમરીને હાઇકોર્ટ દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે આ બાબતે વધુ અહેવાલ ૨૮ સપ્ટેમ્બરના રોજ કોર્ટ આપશે એવી માહિતી પણ આવી છે.

હાલમાં ચીખલી કોર્ટ જુડીસ્યલ કાર્યવાહી પણ કરી હતી. જેને પણ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ અરજદારના એડવોકેટ માહિતી આપતા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસને લય આદિવાસી સમાજ દ્વારા આંદોલનો કરી ન્યાય માટે અનુરોધ કરિયો હતો.

આરોપીને છાવરવાનો આક્ષેપ..

ચીખલી કસ્ટોડિયલ દેઠમાં હાલ ગુજરાત હાઇકોર્ટના જજ દ્વારા મંજૂર કરવામાં આવેલી સી સમારીને સ્થગિત કરી છે. તેનો લેખિત ઓર્ડર પહેલાજ નંબર આઠવી અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મજૂર થયેલી સી સમરીને સ્થગિત કરવાનો અર્થ સીધેસીધો તેને રદ કર્યો છે. તેવું ચોક્કસપણે માની શકાય અને જે સંદર્ભે આરોપીઓની ધરપકડ કરવી જરૂરી બને છે પરંતુ હાલ આરોપીઓને છાવરવાનો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા કરવાંમાં આવી રહ્યા છે. આ ઓર્ડર માં સંપૂર્ણ ઉલ્લેખ છે આવતી ૨૮ સપ્ટેમ્બરના રોજ વધુ ઓર્ડર થાય એવી શક્યતા ઓ છે. : ફરિયાદીના વકીલ