વાંસદા: હાલમાં જ દેશના ઘણાં રાજ્યોમાં આદિવાસી સમાજમાં નવી 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજરોજ વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા બોગસ આદિવાસી અને નવી જાતિને નહિ સમાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આઝાદીના 75 વર્ષ બાદ હાલે ગુજરાત રાજ્યમાં ખુબ જ મોટા પ્રમાણમાં બોગસ આદિવાસી સમાવેશ થઇ રહ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તે બાબતે આદિવાસીઓ ની સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રે તપાસ કરી સંપૂર્ણપણે હટાવવાની અપીલ કરાઈ હતી અને હાલ ભારત સરકાર દ્વારા છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં અનુસુચિત જનજાતિમાં નવી 12 જાતિઓનો સમાવેશ અમોના હાલના મૂળ આદિવાસીઓના હકો પર તરાપ મારવાનું સ્પષ્ટ પણે દેખાતું હોવાથી તે યોગ્ય નથી.

આ આવેદનપત્ર આપવા પ્રસંગે આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ પટેલ કાર્યકર્તા નટુભાઈ પટેલ, મુકુંદ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.