મહુવા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ હવે અલગ અલગ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાના પરચાઓ આપી રહ્યા છે ત્યારે મહુવા તાલુકામાં યોજાયેલા યુવક મહોત્સવમાં કરચેલિયા હાઇસ્કૂલ સતત પાંચમી વખત ચેમ્પિયન બની છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ મહુવા તાલુકા યુવક મહોત્સવનું આયોજન ચાલુ સાલે કાછલ કોલેજ તા.મહુવાખાતે કરવામાં આવ્યું હતું તાલુકાની 20 સ્કૂલ અને કોલેજોએ ૧૫ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં કરચેલિયા હાઇસ્કૂલનાં કુલ 60 વિદ્યાર્થીઑ ભાગ લઈ (ગઝલ – કાવ્યલેખન-લોકવાર્તા-લગ્નગીત-હળવુ કંઠય સંગીત-લોકવાદ્ય-ભજન-સમૂહગીત-8 કૃતિમાં પ્રથમ ગીત-નિબંધ- લોકવાદ્ય બવિભાગ-3 કૃતિમાં દ્ધિતિય એક પાત્રીય અભિનય-સર્જનાત્મક કામગિરિ-વકતૃત્વ 3 કૃતિમાં તૃતિય ક્રમ પ્રાપ્ત કરી 33 પોંઇન્ટ સાથે સતત પાંચમી વખત કરચેલિયા હાઇસ્કૂલ ચેમ્પિયન બની હતી.

તાલુકાનું સહુથી વધુ રીઝલ્ટ લાવતી અને દરેક ક્ષેત્રમાં પ્રથમ રહેતી કરચેલિયા હાઇસ્કૂલની સિદ્ધિમાં એક ઔર સુવર્ણ પીંછ ઉમેરાયુ છે. તમામ સ્પર્ધકોને ઇન. આચાર્યશ્રી વિમલભાઈ વ્યાસ અને મંડળનાં પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.