ચીખલી: ગ્રામિણ સ્તરોમાં પણ એક પછી અકસ્માતોની વણઝાર લાગી હોય એમ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં બાઈક અને પુરઝડપે આવેલી કારનો અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના પર જ મોત નીપજ્યું હતું અને પુત્રીને ગંભીર ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે

Decision Newsને મળેલી માહિતી મુજબ સાદડવેલ ગામના વાવ ફળિયામાં રહેતા દીપક રમણભાઈ પટેલ જે પોતાની GJ-21-Q-6029 નંબરની પર દીકરી જૈમિનીબેનની તબિયત સારી નહીં હોય જેને લઈને સવારે રાનકુવા આવેલ હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. દરમિયાન સાદડવેલ ચોક્કસર ફળિયા પાસે કાર GJ-21-CA-2086 ના ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી લાવી સામેથી આવતી બાઈકને ટક્કર મારતાં પિતા પુત્રીને ગંભીર ઈજા પહોંચાડી હતી. પિતા દીપકભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળની સીટ ઉપર બેસેલ જૈમિનીબેન પટેલને બને પગમાં ફેકચર થતાં સારવાર અર્થે ચીખલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ અંગેની ફરિયાદ વિભાંશું દીપકભાઈ પટેલે આપતા પોલિસે અકસ્માત મોતનો ગુનો નોંધી રાનકુવા ચોકીના પીએસઆઈ પી.વી. વસાવા એ તપાસ કરી રહ્યા છે.