પ્રતિકાત્મક ફોટોગ્રાફ

તાપી: હાલમાં હડતાળની સિઝન ચાલી રહી હોય તેમ એક પછી એક સરકારી વિભાગના કર્મચારીઓ હડતાળ પર જઈ રહ્યા છે ત્યારે 23મી ઓગસ્ટના દિવસે મંડળ દ્વારા પ્રશ્નોનો નિકાલ ન આવે તો અચોક્કસ મુદતની રજા પર જવાની જાણ કરી ગતરોજ તાપી જિલ્લામાં તમામ વનરક્ષકો અને વનપાલો હડતાળ પર ચાલ્યા ગયાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ 200થી વધુ વન રક્ષક અને વનપાલ ની ગ્રેડ-પે સહિતની માંગણીઓ સરકાર નહીં સ્વીકારતા તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા હતાં અને ગતરોજ થી સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત ઉપાડી હતી

કર્મચારીઓની માંગણી  ગ્રેડ-પે, રજા પગાર, બઢતીના 1:3ના રેશીયા છે જેની અનેક વખત સરકાર સામે રજુવાતો કરવામાં આવી છે તેમાં છતાં સરકાર ધ્યાન પર ન લેતા કર્મચારીઓ દ્વારા આ પગલું ભરાયું છે. પોતાની માંગણી બાબતે તેમણે 23મી ઓગસ્ટના રોજ જાણ કરી હતી.