વ્યારા: તાપી જિલ્લાના ગુણસદા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને કોંગ્રેસ પ્રદેશ મહિલા મંત્રી રેહાનાબેન ગામીતનું આદિજાતિ (ST) જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું છે. વિભાગીય વિશ્લેષણ સમિતિની તપાસમાં તેમનું સર્ટિફિકેટ ખોટું હોવાનું સાબિત થયું છે.

Decision News મળેલી માહિતી મુજબ તપાસમાં જાણવા મળ્યું કે શાળાના રેકોર્ડમાં તેમના પિતાનું નામ ‘તુરાપભાઈ’ નોંધાયેલું છે, જ્યારે રેહાનાબેને પતિ-પિતાના નામમાં ખોટી વિગતો આપીને બોગસ ST પ્રમાણપત્ર મેળવ્યું હતું. કેસની વિગતો: નવેમ્બર 2023માં જાગૃત નાગરિક રાકેશ ચૌધરીની ફરિયાદના આધારે વિજિલન્સ સેલે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પ્રમાણપત્ર નકલી હોવાનું સ્પષ્ટ થતાં તેને રદ્દ કરવામાં આવ્યું છે. આ રેહાનાબેન ગામીતે બે વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને ST અનામતના આધારે જીત મેળવી હતી. હાલમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશ મહિલા મંત્રીના પદ પર છે.

રાજકીય આરોપો
આ મામલે કોંગ્રેસ પર ભારે તીવ્ર આક્ષેપો થઈ રહ્યા છે. વિરોધીઓ કહે છે કે:
• બોગસ સર્ટિફિકેટના આધારે બે વખત ચૂંટણી જીતવી એ લોકતંત્રની મજાક છે.
• આટલા સમય સુધી તંત્ર અને રાજકીય સંરક્ષણ મળતું રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે.
• ST અનામતનો દુરુપયોગ કરીને અસલી આદિવાસીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે.
આ કેસને લઈને તાપી જિલ્લામાં રાજકીય હલચલ વધી ગઈ છે. વિરોધી પક્ષો આ મામલાને લઈને સરકાર અને કોંગ્રેસ પર દબાણ વધારવાની તૈયારીમાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here