ચીખલી: વર્તમાન સમયમાં વન્યપ્રાણી દીપડાનો ત્રાસ અસહ્ય વધી રહ્યો છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામના નવાફળિયાના સુરેશભાઈના ઘરે ગત રાત્રીના ૦૧:૩૦ આસપાસ વન્યપ્રાણી દીપડાએ એક વાછરડીને શિકાર બનાવ્યો.

જુઓ વિડીયો..

રાનવેરીકલ્લાના નવા ફળિયાના રહેવાસી સુરેશભાઈ મકનભાઈ પટેલના ઘરે ગત રાત્રીના ૦૧:૩૦ આસપાસ વન્યપ્રાણી દીપડાએ કોઢમાં બાંધેલી વાછરડી પર તરાપ મારી વાછરડી ને ઘરના થોડે દૂર ડાંગરના ખેતરમાં ઘસડી લઈ જઈ ખોરાક બનાવ્યો હતો. આ ઘટના અર્ધરાત્રીના સમય દરમ્યાન બનતા કોઈ વ્યક્તિની અવરજવર નહી હોવાનો લાભ લઈ વાછરડીને ડાંગરના ખેતરમાં ઘસડી લઈ ગયો હતો. અને ઘરના આજુબાજુ રહેતા કૂતરાઓનો વધુપડતા ભસવાથી આજુબાજુના રહીશો ઊંઘમાંથી જાગી ગયા અને બેટરીનો પ્રકાશ મારતા વન્યપ્રાણી દીપડો વાછરડીને ખેતરમાં છોડીને ભાગી ગયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી હતી.

આ ઘટનાની જાણ ગામના જાગૃત નાગરિકે ચીખલી ફોરેસ્ટ વિભાગને કરતા ઘટના સ્થળે તપાસની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બનતા હવે ગામના અનેક પશુપાલકોમાં ડરનો માહોલ સર્જાયો હતો જેથી ગામના અગ્રણી સરપંચશ્રી નીરવભાઈએ વન્યપ્રાણી દીપડાને પકડવાની કવાયત તાત્કાલિક હાથ ધરવા માટેની માગણી કરવામાં આવી. અને ગામના લોકોમાં ડરના માહોલ સાથે એક સત્યવાત વાયુ વેગે પ્રસરી કે કદાચ કોઈ વ્યક્તિ પોતાનો સ્વ બચાવ ખાતર કદાચ વન્ય પ્રાણીને મરીનાખવામાં આવે તો એને સજા કરવામાં આવે અને જો વન્ય પ્રાણી જો કોઈ વ્યક્તિ કે કોઈ પશુપાલક પર હુમલો કરી જીવ લેવામાં આવે તો એના માટે વળતર કેમ નહિ એ એક મોટો સવાલ ઊભો થયો છે.