કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા ના જામગભણ ગામમાં રાજ્ય કક્ષાના પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા 73માં વન મહોત્સવ ઉજવણી અને વૃક્ષો રોપણ કરવામાં આવ્યુ હતુ.

મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે જંગલ એ જ જીવન અત્યારે ઝડપી જમાનામાં લોકોને અને પ્રજાને સમય નથી. કોરોનાના ટાઈમમાં આજે એક માણસ એક વ્યક્તિ અમારો જ દાખલો આપે અમને એક દિવસ આખો દિવસ ઘરમાં બેસી રહેવાનો હોય તો નહિ મેળ પડે રોજ સવારે પ્રોગ્રામમાં ફરતા કાર્યક્રમ પ્રજાના પ્રતિનિધિ તરીકે કામમાં હોય પણ એક દિવસ ઘરમાં બેસી રહેવાનું હોય તો આમ ચેનની પડે ત્યારે કોરોનાના સમયમાં આવ્યો ત્રણ મહિના સુધી ઘરની બહાર કોઈ નીકળી શક્યા નહી ત્રણ મહિના સુધી આખી દુનિયા બંધ થઈ હતી હવામાંથી જતા પ્લેન બંધ થઈ ગયા સૌથી વધારે ઝડપી મુંબઈની ટ્રેન માણસની માણસ દેખાય એકી સાથે રેલવે ટ્રેક પર અને બધી ટ્રેનમાં માણસો દેખાય છે ત્યારે કોરોના કાળમાં ઓક્સિજન ની જરૂર પડી ત્યારે નાનાપોંઢા દવાખાનું હોય માંડવા પી એચ સી હોય એવી જગ્યા મારે ઓક્સિજન તરફડિયા મારે વગર ત્યારે ખબર પડી કે ઓક્સિજનનું મૂલ્ય શું અને એ જ ઓક્સિજન આપણા આ પવિત્ર ઝાડોમાંથી મળે છે અને ઝાડોનું વાવેતર વર્ષો પહેલા આઝાદી પહેલા ની વાત કરીશ આજ ધરતી આપણી ધરતી આપણા વડીલો 70 થી 80 વર્ષના વડીલોને પૂછજો કે રાતને સાંજ પડે પછી કોઈને નીકળવાની હિંમતની ચાલતી ના હતી. આપણા વિસ્તાર માટે અને આપણો વલસાડ અને ડાંગ બે વિસ્તાર એવા હતા કે જેને વલસાડ સાગથી ઓળખાતું હતું. નાનાપોઢા જોગવેલ થી નીકળીએ એટલે તમને નાશિક નાસિક જાઓ એટલે રાતના જવું પણ મુશ્કેલ હતું. ‘આપણા ડુંગરો ગિરિમાળા જંગલો પહાડો નદી નાણા આપણે પૂજક છે એ આપણી મૂડીને સાચવી ખૂબ જરૂરી છે – મંત્રી જીતુભાઇ ચૌધરી’

રેંજ ફોરેસ્ટ ઓફિસર ભૂમિકા પટેલે કહ્યું કે વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કનૈયાલાલ કરી હતી વન મહત્વની ઉજવણીનું મુખ્ય કારણ એ છે કે આપણે વધુને વધુ સંકળાય એનાથી વધુ સારું કરવાનું છે એના માટે ગુજરાત સરકાર સામાજિક વનીકરણ તરફથી લોકોને છોડો આપી અને એનો એમને વૃક્ષોનું મહત્વ સમજ આપી હતી ખાતેદારને સામાજિક વનીકરણ તરફથી મળતા લાભો લોકો વધુ વૃક્ષ તરફ આકર્ષાય લોકોને એની આવક ઇમારતી લાકડું અને આવક જે વૃક્ષોની ખેતી કરતા થાય પોતાની જરૂરિયાતના લાકડા જે પોતાના ખેતરમાંથી મેળવી શકો તો જંગલ પણ નિર્ભર નહીં રહો એના માટે ખાસ આ ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય વન મહોત્સવની ઉજવણી કરી લોકોને વધુને પ્રેરિત કરવામાં માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.