વાંસદા: આમ આદમી પાર્ટીના જન સંવાદ કાર્યક્રમમાં દિવસે ને દિવસે જનમેદની માં વધારો થતા ત્રી પાંખિયો જંગ થવાના એંધાણ દેખાય રહ્યા છે ત્યારે કોંગ્રેસની પરંપરાગત બેઠક વાંસદા 177 વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબુતીથી આગળ વધી રહી છે ત્યારે જોવાનું  એ રહ્યું કે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધવાથી કોંગેસને નુકશાન થશે કે ભાજપને..

જુઓ વિડીયો…

બેઠકમાં હાજર આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા ઉપપ્રમુખ ચિરાગ પટેલ સાથે વાત કરતાં એમણે Decision Newsને જણાવ્યું કે આમ આદમી પાર્ટીની ગેરંટીઓ સામે ભાજપ અને કોંગ્રેસ હવામાં તીર મારી રહ્યું હોય તે સ્પષ્ટ પણે જણાય આવે છે ફ્રી રેવડી ગુજરાતીઓને પસંદ આવવા લાગી છે આદિવાસી સમાજ માટે આપેલી અનુસૂચી 5, TAC, પેસા એક્ટની ગેરેંટી ભાજપ અને કોંગ્રેસને માથાનો દુઃખાવો સમાન બની રહ્યો છે અનુસૂચી 5 એ આમ આદમી પાર્ટીનો માસ્ટર સ્ટોક છે હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે કે જુના જોગીઓનો આપશે સાથ..