ધરમપુર: આજરોજ ધરમપુર TDO શ્રી મારફત શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીના પડતર માંગણીનો નિકાલ લાવવા બાબત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં આખા વલસાડ જિલ્લામાં આશરે 700 અને ધરમપુર તાલુકામાં 200 કર્મચારીઓ જોડાયેલા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર માંગણી ઓ બાબતે તા.08/08/2022 થી પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર છે અને જેના કારણે લોકોને ખુબજ ગ્રામ્ય વિસ્તારના લોકો ને ઘણી તખલીફ અને હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોક માંગણીને ધ્યાને રાખી એમના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે આરોગ્ય કર્મચારીના પડતર માંગણીનો નિકાલ લાવવા બાબતે આજે આવેદનપત્ર આપી રાજુવાત કરવામાં આવી છે જો થોડા સમયની અંદર આ મામલામાં સરકાર કોઈ નિર્ણય ન લે તો અમે સૌ રસ્તા પર ઉતરી સરકારી  તંત્રનો બહિષ્કાર કરીશું.

 

Bookmark Now (0)