ચીખલી: તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળને લઈને ગતરોજ ચીખલી તાલુકામાં તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળ વચ્ચે મામલતદાર દ્વારા લોકોની સગવડતા માટે રેવન્યુ તલાટીઓને કામગીરી કરવાનો હુકમ આપવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ જાતિ, આવકના દાખલા, પેઢીનામા, જન્મ-મરણના દાખલા, વિવિધ યોજનાના લાભાર્થીઓ સહિતના અનેકવિધ કામો માટે લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. લોકોના કામો અટવાતા વૈકલ્પિક વ્યવસ્થાની ઉભી કરવામાં આવી હતી રેવન્યુ તલાટીને પંચરોજ કામ તેમજ પેઢીનામાની કામગીરી કરવા મામલતદાર ડી.એમ.મહાકાળ દ્વારા કહેવામાં આવ્યું છે.

આજથી ચીખલી તાલુકાના ગામોમાં રેવન્યુ તલાટી તરીકે આ પ્રમાણે કામ કરશે જેમાં મહેશ બલદાણીયા નોગામા, સરૈયા, ચિતાલી, જોગવાડ, કાંગવઈ, બોડવાંક, ટાંકલ, મહેશ ચૌધરી ખરોલી, રાનવેરીખુર્દ, રાનવેરીકલ્લા,વાંઝણા, કુકેરી, સુરખાઈ, રાનકૂવા, ભરત કાકડીયાને મીણકચ્છ-બારોલીયા, સુંઠવાડ, ચાસા, રેઠવાણિયા,ઊંઢવળ, દેગામ, માણેકપોર, આલીપોર, નિમેષ પરમાર ઘેકટી, વંકાલ, મજીગામ, મલવાડા, સમરોલી, થાલા,ખૂંધ, ચીખલી, શાંતિભાઈ પટેલ મિયાઝરી, ઢોલુમ્બર, ઘોડવણી, માંડવખડક, કાકડવેલ, વેલણપુર, સારવણી, જીગ્નેષાબેન પટેલ અંબાચ, ગોડથલ, અગાસી, કણભઇ, સતાડીયા, રૂમલા, સિયાદા, પ્રતિપાલસિંહ ચૂડાસમા મોગરાવાડી, ઘોલાર, આમધરા, કલીયારી, ફડવેલ, ખુડવેલ, બામણવાડા, ભાર્ગવી પટેલ ચરી, ઘેજ, મલિયાધરા, તલાવચોરા, તેજલાવ, બલવાડા, હોન્ડ, ચીમલા, હિરલ પંડ્યા દોણજા, હરણગામ, સાદડવેલ, બામણવેલ, ખાંભડા, સાદકપોર, પીપલગભણ, સોલધરામાં ફરજ બજાવશે

Bookmark Now (0)