વાંસદા: નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર વાંસદાના યુવા દ્વારા આદિવાસી યુવાઓને કેન્દ્રમાં રાખીને આદિવાસી સસ્કૃતિને ઉજાગર કરતું ‘આમુ આદિવાસી જુવાનીયા’ નામનું ગીત લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેને લઈને આદિવાસી યુવાવર્ગમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
જુઓ વિડીયો..
આ ગીત લોન્ચ કરનાર વાંસદાના મિલીન દાદા Decision Newsને જણાવે છે કે આજના આદિવાસી યુવાનો ભૌતિકતાના પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે સમાજની સંસ્કૃતિ અને વૈવિધ્ય ખતમ થવા જઈ રહ્યું છે આ યુવાનોને પાછા વાળવા અને સંસ્કૃતિને બચાવવાના ભાગરૂપે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે. આજના યુવાપેઢીને આદિવાસી સંસ્કૃતિનું દર્શન કરાવવું એ જ અમારો ઉદ્દેશ છે.











