સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ચુંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીમાં યોજાનાર સેનેટ ચૂંટણીના NSUIના ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં આર્ટસ ફેકલ્ટીમાં આદિવાસી સમાજના ઉમેદવાર પૂર્વ GS એવા અંકુર વસાવા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Decision Newsને દિવ્યેશ શિંગાડે દ્વારા જણાવવામાં આવ્યું કે આદિવાસી સમાજના ઉમેદવાર પૂર્વ GS એવા અંકુર વસાવા અને બીજા ઉમેદવાર તરીકે છેલ્લા 22 વર્ષ થી વિદ્યાથી માટે લડાઈ લડનારા સેનેટ સભ્ય અને સતત 3 વખત ઉમેદવાર નોંધાવી રહેલા મારા મિત્ર અને NSUI ના ઉમેદવાર ભાવેશભાઇ રબારીએ ફોર્મ ભર્યું

આ પ્રસંગે સૂરત જીલ્લાના NSUI પ્રમુખ મયૂર ભાઈ અને વલસાડ જિલ્લાના NSUI પ્રમુખ દશરથ કડુ અને કપરાડા તાલુકા NSUI પ્રમુખ દિવ્યેશ શિંગાડે અને તાપી જિલ્લાના પૂર્વ GS તેમજ અન્ય NSUI ના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા