કપરાડા: કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામમાં એક પરિવારે બે દિવસના વાસી ભાત ખાતાં ફૂડ પોઇનીંગના લીધે બે બાળકીઓના મોત અને પરિવારના અન્ય ચાર સભ્યોની તબિયત લથડતાં ચાર સભ્યોને સારવા૨ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની ઘટના સોમવારે સામે આવી હતી જેને લઈને આ ગરીબ પરિવારને મદદ માટે આજે અનાજની કીટનું વિતરણ આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને આં ગામના સરપંચ અને આદિવાસી નેતા જયેન્દ્ર ગાંવિત નું શું કહેવું છે

જુઓ વિડીયો..

Decision Newsએ લીધેલી સ્થળ મુલાકાતમાં પરિવારની માંગ છે સરકાર તરફથી કોઈપણ મદદની જાહેરાત કરવામાં આવે અને આ દુ:ખદ પરિસ્થિતિમાં મદદનો હાથ મળી રહે.. લોકોનું કહેવું છે રાજકીય નેતાઓ પણ આ ઘટનામાં પરિવારને મદદરૂપ બનવું રહ્યું કારણ કે આ પણ ભારતના નાગરિક છે અને તેમના આપેલા મતો પણ તેમના વિજયમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

આ બાબતે કપરાડાના TDO મનીશ ગુરવાનીનું કહેવું હતું કે કપરાડાના વીરક્ષેત્રમાં સોમવારે ખુબ જ દુ:ખદ ઘટના બની છે જેમાં વાસી ખોરાક ખાવાથી બે બાળકીઓના મોત થયા છે 17 વર્ષની છોકરી અને 13 વર્ષનો છોકરો સારવાર હેઠળ છે પરિવારની બધા જ સભ્યોની સ્થિતિ સારી છે પ્રથમ દષ્ટિએ આ ફ્રૂડ પોઈઝનીંગ કેસ લાગી રહ્યો છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here