વલસાડ: દક્ષિણ ગુજરાતમાં બિપિન ગોતા સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કોંગ્રેસનું નવનિર્માણ કરવા નીકળ્યા હોવાના સમાચાર સામે આવતાં વિરોધીઓએ તેમને ‘ભાજપ સાથે સેટિંગ’ કરનારા ગૌરાંગ પંડયાને ગદ્દાર અને દલાલ તરીકે ઓળખાવ્યા છે.

કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓના આક્ષેપ મુજબ, ગૌરવ પંડ્યા સહિતના નેતાઓએ અગાઉ ભાજપ સાથે સમજૂતી કરીને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું. તેઓ NCPમાં જઈને પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડવાના પ્રયાસોમાં સામેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

આક્ષેપોમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે:
• પાર્ટી હોદ્દાના નામે ભાજપ સાથે સેટિંગ કરનારા અને ધંધા ચલાવનારા નેતાઓ હવે કોંગ્રેસનું નવનિર્માણ કરવા આવ્યા છે.
• ટિકિટ અને હોદ્દા ન મળતાં ભાજપમાંથી ઠપકો મળ્યા બાદ પાર્ટી તોડવાના પ્રયાસો કરનારા હવે નેતૃત્વની માંગ કરી રહ્યા છે.
• 100 વોટનો પણ જનાધાર ન ધરાવતા લોકો રાજીનામાની માંગ કરીને સંગઠનમાં અસ્થિરતા સર્જી રહ્યા છે.

જીતેન્દ્રસિંહજી સોલંકી ઠાકુર જેવા કાર્યકર્તાઓનું FB પોસ્ટમાં લખે છે કે, “પાર્ટીના અંદર રહેલા ગૌરવ પંડયા જેવા ગદ્દાર અને દલાલોને ઓળખીને બહાર કાઢી દેવા જોઈએ. તો જ ગુજરાતમાં વાસ્તવિક પરિવર્તન આવી શકે.” આ મામલે અત્યાર સુધી બિપિન ગોતા કે ગૌરવ પંડ્યા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા આવા આંતરિક વિવાદોને કારણે પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી પર સવાલો ઉઠી રહ્યા છે. વલસાડના કાર્યકર્તાઓનું કહેવું છે કે વલસાડમાં કોંગ્રેસનું નખ્ખોદ કાઢવા વાળા જ આ ગૌરવ પંડયા છે જે માત્ર એસી ઓફિસમાં બેસીને બણગાં ફુકે છે કોઈ દિવસ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ લોકોની સમસ્યા જાણી નથી કે એના નિવારણ માટે પ્રયાસો કર્યા નથી. એ શું કોંગ્રેસનું નવનિર્માણ કરવાનો ? ફેક બાજ છે આ જે કોંગ્રેસનો ખેસ પહેરી .. લોકોના મતોની વેપારીકરણ કરે છે વર્ષોથી, કોણ નથી ઓળખાતું આ ગૌરવ પંડયાને..

[નોંધ: આ સમાચાર વિવિધ કોંગ્રેસ કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને વિરોધી અવાજો પર આધારિત છે. DECISION NEWS આની પુષ્ટિ કરતુ નથી.]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here