વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખરજાઈ ગામના ઝાડી ફળીયામાં ચેક ડેમ પર એક બિન વારસી લાશ મળી મળી આવતા સમગ્ર ફળિયામાં લોકો વચ્ચે આ લાશ કોની છે અને ક્યાંથી આવી અને ક્યારની છે વગેરે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉપરવાસમાંથી પાણી સાથે આવેલી બિન વારસી લાશ વાંસદાના સરા ગામથી 2 કિલો મીટર દુર આવેલી ખરજાઈ ગામના ઝાડી ફળીયામાં ચેક ડેમ પર મળી આવી હતી જેની માહતી ગામના જાગૃત યુવાન દ્વારા મળી છે લાશ મળતાની સાથે જ પોલીસને જાણ કરી દેવામાં આવી છે પોલીસે આગળ તપાસ ચાલુ કરી દીધી છે.

આ ઘટનાને લઈને હાલમાં લોકોમાં સત્ય જાણવાની જિજ્ઞાસા વધી રહી છે ત્યારે વાંસદા પોલીસ તપાસમાં શું બહાર આવે છે એની રાહ જોવાઈ રહી છે.

 

Bookmark Now (0)