વાંસદા: બાળકોના શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતરને લઈને શિક્ષકો નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે 2 અને 3 ઓગસ્ટના રોજ વાંસદાના રાયબોર ગામમાં આવેલ શ્રી વાલ્મિકી આશ્રમશાળામાં માં ધોરણ 1 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન તારીખ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમની શરૂવાત 1થી 5 બાળકો માટે 2 ઓગસ્ટની સવારે 10:30 વાગ્યે થી બાલમેળો શરુ થયો. તેમાં બાળકોને ગ્રુપમાં વહેંચીને અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન થયું. જેમાં ચિત્રમાં રંગપૂરણી, છાપકામ, માટીકામ જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. સૌ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો અને સૌના ચહેરા પર અનોખો જ઼ આનંદ હતો. આ બધી પ્રવૃત્તિ 1:30 સુધી ચાલી. સૌને મઝા આવી હતી. બીજે દિવસે 3 ઓગસ્ટે 6 થી 8 ના બાળકોનો લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કુકર બંધ કરવું, ખીલી લગાવવી, ફ્યુઝ બાંધવો, સાવરણી બાંધવી, રંગોળી બનાવવી, ઈસ્ત્રી કરવી, વજન ઉંચાઈ માપવી, વગેરે જેવી જીવન વ્યવહાર ઉપયોગી કૌશલ્યો તેમજ બાળકો માં શારીરિક અને માનસિક ક્ષમતાઓ ખીલવી શકે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.

બધા શિક્ષકોએ પ્રવૃતિમાં ભાગ લઈને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો. બાળકો રોજિંદા જીવનના પડકારને ઝીલી શકે, જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરી શકે, શારીરિક માનસિક ક્ષમતાઓ ખીલવી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાંધી સ્વચ્છ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતા શીખે, વાસ્તવિક જીવન સાથે અનુબંધ સાંધી શકે તેવા વિવિધ હેતુઓ સિદ્ધ કરવા અમારી આશ્રમશાળાએથી નાનકડો પ્રયાસ છે. અંતે સૌ રાષ્ટ્રગાન કરી છુટા થયા. આજના દિનનો આનંદ હરેકને યાદ રહેશે.

Bookmark Now (0)