વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન ખાતા દ્વારા રસીકરણની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. બુધવારે એક જ દિવસમાં 1195 પશુનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જોકે પારડી તાલુકામાં 3 અને કપરાડા તાલુકામાં 1 શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો.

બુધવારે વલસાડમાં 167, પારડીમાં 151, વાપીમાં 350, ઉમરગામમાં 297, ધરમપુરમાં 160 અને કપરાડામાં 70 મળી કુલ 1195 પશુનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કુલ રસીના 14300 ડોઝમાંથી 9179 રસીનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે. જિલ્લામાં ઉમરગામ અને વલસાડ તાલુકામાં કુલ શંકાસ્પદ અને પોઝિટિવ કેસ મળી કુલ 5 કેસ જોવા મળ્યા હતા. પરંતુ બુધવારે પારડી તાલુકામાં 3 અને કપરાડા તાલુકામાં 1 શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો.

આમ અત્યાર સુધી વલસાડ જિલ્લામાં કુલ પોઝિટિવ અને શંકાસ્પદ કેસની સંખ્યા 9 પર પહોંચી છે. જે પૈકી 4 કેસ સંપૂર્ણ પણે રિકવર થઈ ગયા છે. બુધવારે શંકાસ્પદ જણાયેલા નવા 4 પશુની સારવાર ચાલી રહી છે.

Bookmark Now (0)