નવસારી: ભાજપ સરકાર સામે નવસારીમાં સર્વોદય સોસાયટીમાં મંદિર તોડવાનો મામલો ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હોય તેમ ગતરોજ સર્વોદય સોસાયટીના રહીશોએ સર્કિટ હાઉસથી સર્વોદય સોસાયટી સુધી રેલી કકાઢી વિરોધ પ્રદર્શન કર્યું હોવાના દ્રશ્યો ચિત્રો સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સર્વોદય સોસાયટીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી – NUDA એ ગેરકાયદેસર મંદિર તોડવા જતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું અને NUDA દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મંદિર તોડતા સ્થાનિકોએ રસ્તો રોક્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અને તંત્રના દમનને લઈ સોસાયટીના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. મહિલાઓ પર થયેલા અત્યાચાર સામે ન્યાય મેળવવા રસ્તા પર ઉતર્યા હોવાનું રેલીમાં જોડાયેલા લોકો જણાવી રહ્યા હતાની ખબર મળી છે. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ જોડાયા હતા. જો આ ઘટના વધુ ઉગ્ર બનશે તો આવનારી ચુંટણીમાં વિજય મેળવવામાં ભાજપને નવસારીમાં જોખમ ઊભું થશે એ નક્કી છે એવી લોકો કહી રહ્યા છે.

અને નવસારીમાં મંદિર તોડવા મુદ્દે સોસાયટીની મહિલાઓ અને પુરુષો મળી 1100 જેટલા લોકોએ કમલમ પહોંચી રાજીનામાં આપતા હડકંપ મચી ગઈ છે. આ ઘટનામાં જિલ્લા તંત્ર, NUDA અને પ્રજાની વચ્ચે ભાજપ સંગઠને પીસાવા સમાન દ્રશ્યો કમલમ ખાતે સર્જાયા જોવા મળ્યા હતા.