છોટાઉદેપુર: આદિવાસીઓના મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે, જેમાં દિવાસાનાં તહેવાર નું પણ અનેરું મહત્ત્વ ધરાવે છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રકૃતિનાં ગીતો સાથે ગરબા ગાઈને ઉજવવામાં આવે છે. જુઓ આ તહેવારના ઉજવણી કરાવતી મહિલાઓને…જુઓ વિડીયો..

છોટા ઉદેપુર જિલ્લામાં કુકરદા ગામનો દિવાસા નો તહેવાર સૌથી પ્રખ્યાત બન્યો છે, દર વર્ષે દિવાસાના તહેવારના બે મહિના પહેલા મહિલાઓ દ્વારા વસ્ત્રોની થીમ નક્કી કરી આખા ગામની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રો ધારણ કરી પરંપરા મુજબ પિહવાંનાં સૂર સાથે નાચગાન કરી દિવાસાનાં તહેવારને ઉજવવામાં આવે છે. દર વર્ષે વસ્ત્રોની થીમ મહિલાઓ નક્કી કરી એક જ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ દિવાસાના તહેવારને ઉજવવામાં આવે છે. ગત વર્ષે ભૂરા રંગનાં વસ્ત્રો ની થીમ હતી તો આ વર્ષે બ્લેક ચણીયા બ્લાઉઝ અને ગુલાબી કલર ની ઓઢણી નાં વસ્ત્રોની થીમ નક્કી કરવામાં આવી હોય એમ મહિલાઓ યુવતીઓ એકજ પ્રકારનાં વાસ્ત્રોમાં સજ્જ બની પરંપરાગત દિવાસાની મોજ માણી હતી

આદિવાસીઓના મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે, જેમાં દિવાસાનાં તહેવારનું પણ અનેરું મહત્ત્વ ધરાવે છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રકૃતિનાં ગીતો સાથે ગરબા ગાઈને ઉજવવામાં આવે છે. કુકરદા ગામમાં ભીલ જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ દિવાસાનો તહેવાર ત્રણ દિવસ ઉજવવાંમાં આવે છે, પહેલા દિવસ ઘાયનું, બીજા દિવસ દેવોને પૂજવવામાં આવે છે અને ત્રીજા દિવસે તહેવાર હોય છે તહેવારના દિવસે ગામની તમામ મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈને પિહાવાનાં શૂર સાથે આખી રાત નાચગાન કરતાં હોય છે.