વાંસદા: આદિવાસી લોકોની પરંપરા મુજબ વાંસદા ગામના પાટાફળિયા ખાતે તેરા ની હવાન કરવામાં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળીને ગામ દેવીની પૂંજા કરી ગામ દેવી પાસે સારા પાકની માંગણી અને સૌના રક્ષણ માટેની આરાધના કરાઇ હતી.
વાંસદા તાલુકામાં વર્ષોથી આ આદિવાસી સંસ્કૃતિ મુજબ પહેલા તેરાની હવાન કરી ગામ દેવીની પૂજા કરવામાં આવતી હોય છે અને ત્યાર બાદ જ ગામમાં લોકો ડાંગરની રોપણીની શરૂવાત કરતા હોય છે એમ ગામના જ આ તેરા હવાનમાં હાજર રહેલા PI કિરણ પાડવી Decision Newsને જણાવે છે.
આ પ્રસંગે માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ, ગણપતભાઇ, છગનભગત, કિરણ પાડવી (પી.આઈ), પપુભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, નિલેશભાઈ, કમલેશભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, હર્દીપભાઈ વગેરે તથા અન્ય ગ્રામજનો હજાર રહ્યા હતા.