ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના વેણ ફળીયા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વધુ અભ્યાસ અર્થે કપરાડા જઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વલસાડ જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનીનું ખેરગામ તાલુકાના યુવા આદિવાસીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

જુઓ વિડીયો..

આ કાર્યક્રમમાં ધોરણ 1-5 ના વિદ્યાર્થીઓ માટે હું મારા ગામ ખેરગામને આદર્શ ગામડું બનાવવા શું કરી શકું!!”એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું અને વકૃત્વ સ્પર્ધાના ભાગ લેનાર નાના બિરસાઓને સન્માન પત્ર આપવામાં આવ્યું. જિલ્લામાં પ્રથમ આવનાર ખુશ્બૂ બેનને છાંયડો હોસ્પિટલના સંચાલક ર્ડો. નિરવ પટેલ દ્વારા સાલ ઓઢાડી સન્માન પત્ર આપી અને ભારત દેશનું બંધારણની બુક આપવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રાથમિક શાળાના પ્રિન્સિપલશ્રીને પણ બંધારણની બુક આપવામાં આવી અને સમય મળ્યે બાળકોને બંધારણ વિશેની માહીતી આપશો એવી વાત કરવામાં આવી.અને ત્યાર બાદ સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જ્યાં ધરમપુર અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલ શાળાના શિક્ષક મિત્રો, સામાજિક આગેવાનો કીર્તિભાઈ, હિરેન પટેલ, મીંન્ટેશ પટેલ હાજર રહ્યા હતાં