આહવા: સરકારના અધિકારીઓ જ્યારે પ્રજાના હક અને અધિકારોને છીનવવા લાગે અને લોકોના ટેક્સના રૂપિયાથી પોતાનું પેટ્યુ રળતા અધિકારીઓ જ્યારે લોકોના અવાજને દબાવવાનોઈ કોશિશ કરે ત્યારે જનતા રોષમાં આવી અધિકારીઓને ભાનમાં લાવી દેતી હોય છે આવો જ કઈક કિસ્સો આજે આહવા કલેકટર કચેરીમાંથી સામે આવ્યો છે.

જુઓ વિડીયો..

Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે આહવાના ઈસખંડી જાગીરી મંડળી દ્વારા આદિવાસી સમાજના હક અને અધિકાર માટે અને જળ જંગલ જમીનનું રક્ષણ કરવા કલેકટર કચેરીને જન સમુદાયોએ ભેગા મળીને કલેકટર કચેરીના ગેટને તાળાબંધી કરતા જ કલેકટર શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. આ ઘટના સમયે ડાંગ જીલ્લાનો આખો પોલીસ કાફલો કલેકટર કચેરીમાં બહાર તંત્ર દ્વારા કડકી દેવાયો પણ આદિવાસીઓના રોષ જોઈ પોલીસ પણ મુક દર્શક બની રહી હતી. પોલીસ પણ આજે કલેકટર કચેરીના તાળા મારતા લોકોને રોકી ના શકી હતી.