ધરમપુર: ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/ એપ્રિલ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાનું પરિણામ 90.74 આવ્યું છે. જેને લઈને શાળા પરિસરમાં ખુશીની વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના 90.74 આવેલા પરિણામમાં શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓમાં ગવળી હનીબેન રાજેશભાઈ 95.68 ટકા સાથે પ્રથમ, માહલા કરીનાબેન સુરેશભાઈ 93.18 ટકા સાથે દ્વિતીય તથા ચવધરી અમિષાબેન સજનભાઈ 92.03 ટકા સાથે તૃતીય ક્રમે રહી છે.

આ ઉપરાંત શાળામાં ગુજરાતી હિન્દી અને ઇલેક્ટ્રોનિકસ & હાર્ડવેર વિષયોમાં પણ વિદ્યાર્થીઓ 100% પરિણામ લાવ્યા છે જે બદલ શાળાના આચાર્ય ડૉ. વર્ષાબેન પટેલે સૌ શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.