પારડી: આજરોજ તાલુકાના અરનાલા ગામમાં આવેલ કોલક નદીના ઉપરથી પસાર થતી નહેરના પુલ નીચે ધગડમાળનો યુવાન અચાનક ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ અહીં કોલક નદી ઉપરથી બનાવવામાં આવેલ પુલમાંથી નહેર પસાર થાય છે આ નહેરના નીચેના ભાગે નાયલોનની દોરી વડે કોઈ અગમ્ય કારણસર પારડી તાલુકાના ધગડમાળ ગામમાં મંદિર ફળિયામાં રહેતા રણજીત કાન્તીભાઈ પટેલ ઉમર વર્ષ ૩૫ ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. આ ઘટનાના પગલે આ પંથકમાં ચકચાર મચી ગઇ હતી

આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લોકોની ભીડ પણ પુલ ઉપર એકઠી થઇ ગઈ હતી. પોલીસ પહોંચ્યા બાદ લટકેલી હાલતમાં રહેલી લાશને ઉતારવામાં આવી હતી. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાના પગલે ધગડમાળ ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી