ધરમપુર: હાલમાં માણસ માણસાઈ ભૂલી પોતાના ફાયદા માટે બીજાનું નુકશાન કરવા માટે જરા પણ અચકાતો નથી આવો જ એક કિસ્સો વાંસદાના ભેંસધરા પટેલ ફળીયા ખાતેથી બહાર આવ્યો છે જ્યાં એક મારવાડી દુકાનદારએ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં એક્સપાયરી અને ડુપ્લીકેટ ખાધપદાર્થ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના ભેંસધરા પટેલ ફળીયા ખાતે પોતાની દુકાન ચલાવતો દિનેશ મારવાડી નામનો શખ્સ ગામ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનો વિડીઓ અને ફોટોગ્રાફ્સ બહાર આવ્યા છે તે પોતાની દુકાનમાં એક્સપાયરી અને ડુપ્લીકેટ ખાધપદાર્થ માલ વેંચતા હતો ત્યારે તેને પટેલ ફળીયાના જાગૃત યુવાનો દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. અને યુવાનોએ જાતે જ દુકાનનું શટર પાડી કાયમને માટે દુકાન બંધ કરાવી દીધું હતું.
આદિવાસી વિસ્તારોના મોટાભાગના ગામડાઓમાં મારવાડી દુકાનદારો સ્થાયી થયા છે. ભેંસધરા ગામના યુવાનો બીજા ગામના યુવાનોને અપીલ કરી રહ્યા છે કે સાવચેતી રાખજો ક્યાંક તમારા ગામના મારવાડી દુકાનદાર તમારા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ તો નથી કરી રહ્યો ને.. ધ્યાન રાખજો કેમ કે આપણા જિલ્લાનો ફ્રુડ સિક્યોરીટી વિભાગ ઊંઘમાં છે..











