ખેરગામ: આજરોજ ગૂજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયેલા પરિણામમાં ખેરગામ તાલુકામાં પાણીખડક સંસ્કાર વિદ્યાલયની વિદ્યાર્થીની ધ્રુવાલી શાંતિલાલ પટેલ- 82.14% સાથે પ્રથમ અને ખેરગામ જનતા માધ્યમિક શાળાનો આશ્રમી વિદ્યાર્થી દિવ્યેશ જીતેન્દ્ર પટેલ, 81.14% સાથે બીજા ક્રમાંકે તાલુકામાં ઉત્તિર્ણ થયા છે.

Decision News ખેરગામ કેન્દ્રમાં જનતા માધ્યમિક શાળાનું ૭૭. ૭૮ ટકા ઉત્તીર્ણ થયા છે જેમાં ઢાઢર દિવ્યેશ ગુલાબભાઈ ૭૯.૫૭ અને મેહુલ ખાંડવી ૭૮.૭૧ ટકા સાથે બી-૧ માં ક્રરમાંક મેળવ્યો હતો. પાણીખડક સંસ્કાર વિદ્યાલયના પ્રથમ ત્રણ ક્રમાંક છોકરીઓએ હાંસલ કર્યા છે જેમાં બીજા ક્રમાંકે ધ્રુવી ડાહ્યાભાઈ ૭૮.૪૨ અને ભેંસરા પ્રીતિ કિશોર ૭૭.૭૧ ટકા સાથે બી-૧માં ઉત્તિર્ણ થયા છે.

હાલમાં ખેરગામ જનતા માધ્યમિક શાળાનુ નામ હોસ્ટેલમાં ભણતા ડુંગરાળ પ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓએ રોશન કર્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.