ચીખલી: ગતરોજ ચીખલીના રાનવેરીકલ્લા નવા ફળીયા કોતર પાસે સ્ટેમ્પ ડયુટી ગ્રાન્ડ સને ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ મંજૂર થયેલ ૨,૫૦,૦૦૦ સ્મશાન ઘરનું ખાતમુહૂર્ત ગ્રામ્યજનોની હાજરીમાં સરપંચ શ્રી નીરવભાઈ બી પટેલના હસ્તે કરવામાં આવ્યું.

સ્મશાન ઘરના ખાતમુહુર્તમાં રાનવેરીકલ્લા ગામના સરપંચ શ્રી નીરવભાઈ, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ, તાલુકા પંચાયત સભ્ય પંકજભાઈ ભાઈ માજી તાલુકા પંચાયત સભ્ય નલીનભાઇ પટેલ, કોન્ટ્રાકટર શૈલેષભાઈ ભાઈ અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

દરખાસ્ત કરેલ ગામમાં સ્મશાનઘર ઉપલબ્ધ ન હોય ત્યારે વરસાદની સીઝન દરમ્યાન લોકોને પડતી મુશ્કેલીઓને કારણે સદરકામ મંજુર કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી આ સ્મશાન ઘર મંજૂર થયું હતું પરંતું આજના દિવસે ખાતમુહૂર્ત થયું હોવાથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Bookmark Now (0)