વાંસદા: વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં નવા પેટ્રોલ પંપ પાસે રસ્તા પરથી ફોર વ્હીકલ સાઈટમાં ઉતરી જઈ પલટી મારતાં ગંભીર અકસ્માત સર્જાયના દ્રશ્યો સામે આવ્યા છે આ અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળ પર ભેગા થઇ ગયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના રવાણીયા ગામમાં નવા પેટ્રોલ પંપ પાસે રસ્તા પરથી GJ-15-CH-8520 નંબરની ફોર વ્હીકલ સાઈટમાં ઉતરી જઈ પલટી મારતાં ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં હાલ કોઈ જાનહાની થઇ હોય એવું જાણવા મળ્યું નથી. સુત્રોની કહેવું છે કે ઘટના સ્થળ પર ગામના અને અન્ય મુસાફરો એકઠા થઇ ગયા હતા.

આ અકસ્માત વિષે વધુ વિગત પોલીસ તપાસમાં અને આવનારા સમયમાં બહાર આવશે એવું ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે