ડાંગ: ડાંગ જિલ્લામાં 311 ગામમાં સરપંચશ્રીઓની માંગણીને લઈને બહુજન સમાજ પાર્ટી દ્વારા કોન્ટ્રાકટરો ડાંગ જિલ્લામાં લાગતા વળગતા ટ્રેન્ડર્સ પાસ કરાવીને અને બહારના લોકોને ડાંગમાં ઘુસાડીને સ્થાનિક લોકોની રોજગારી છીનવતા હોય છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાલમાં ડાંગના જિલ્લાના લોકો રોજગારી માટે મહારાષ્ટ્રમાં દ્રાક્ષ વાડી અને બારડોલી સુરત સુગર કંપનીઓમાં જતા હોય છે માટે ડાંગમાં 311 ગામના લોકોના રોજગારી માટે સ્થાનિક સ્તરે યોજના કે નાના લઘુ ઉદ્યોગો ઉભા કરવામાં આવે અને અહીના લોકોને અહી જ રોજગારી મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને જ્યાં સુધી આ વ્યવસ્થા ન ઉભી થાય ત્યાં સુધી બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવવું જોઈએ.

આ ઉપરાંત ડાંગની 311 ગ્રામ પંચાયતોને કામ મળી રહે લેભાગુ કોન્ટ્રાક્ટર કામ આપી તેમને ખુલ્લા પાડી તેમના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે એવા આશય સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Bookmark Now (0)