તાપી: હાલમાં જ આર જમાનાદાસ કંપનીએ બીએ. બીજા વર્ષના માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઈડ્સના કારણો દર્શાવનાર ચેપ્ટરમાં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદઈરાદે “આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવ્રુતિ નિરંકુશ ચાલ્યા કરે છે.” જેવી પાયાવિહોણી ટીપ્પણી લખેલ છે. જે બાબતે આદિવાસી સંગઠનો તેમજ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે.

સોશિયલ મિડિયામાં આ પુસ્તકનું ફોટા વાયરલ થયા બાદ કાયદાકીય કાર્યવાહી તેમજ જરુર પડીએ આ પુસ્તક પરત ના લેવાય તેમજ આર. જમનાદાસ કંપની લેખિતમાં આદિવાસી સમાજની જાહેર માફી ના માગે ત્યા સુધી તેમના મિડિયા હાઉસ સામે અને આદિવાસી વિસ્તારમાં આંદોલન થવાની શક્યતાઓ રહે છે. વેશ્યાવૃતિને લઈને ચાલતી ગેરસમજો દુર કરવાની જગ્યાએ ચોક્કસ સમુદાયની મહિલાઓનું અપમાન કરતી આર. જમનાદાસ કંપનીની આ હરકતનો “આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ” પણ સખત વિરોધ કરે છે.

સાથે જ અમે માંગણી કરીએ છીએ કે ગુજરાત સરકાર અને ખાસ ગુજરાત ના શિક્ષણ મંત્રી શ્રી આ વિષય ધ્યાન ઉપર લઈ કોઈ ચોક્કસ સમાજનું તેમજ મહિલાઓનું અપમાન થતુ હોય તેવી ટિપ્પણી સાથે નું આ પુસ્તક પરત લેવામાં આવે તથા આર. જમનાદાસ કંપની સામે જરુરી કાયદાકીય પગલા ભરવા માટે પહેલ કરે.

BY રોમેલ સુતરીયા (અધ્યક્ષ: AKSM/EAEM)